હર હંમેશ આશ જીવતી, જીવતી તુજ સંગાથે
અણદીઠેલ ભોમ પર ક્યાં ખોવાઈ મારી આશ
નહિ જડે મારી આંખની અધિરિ આશ
ત્રણ ભુવન ખોળ્યા નહિ જડે આ હરખની સ્મિત
સંગે સંગે વિસરે મને આ અનમોલ સ્મિત
વિસરી ગઈ સઘળી આશાઓ, તુજ સંગ દૂર હૈયાથી
નહિ મળે રે તેજ આ આકાશ કેરા પંથે, વિસર્યો મારગ મારો
પંથે પંથે ખોવાણો મારો અટૂલો આ વિશ્વાસ
વિષ્મયવેળા વિદાયે અકાળે ત્રાટક્યા આ બ્રહ્માંડ મુજ મારગ
હીર કેડી કેડિયે ઉભી છે આ ત્રિવેણી નેણ
નહિ જુઠાય તુજ આ હિરલી સર્વે ભોમ
પણ આશ આટલી, દીઠો વિશ્વાસ તુજ પર
સંગે સંગે ચાલવાનો હવે ક્યાંથી લાવું આ પળ, આ સંગ
નીરખી નેણ નેત્રે જોવે તુજની
ખબર છે હવે નથી ક્યાય આશ આ જગતમાં તુજની
પણ પ્રેમાળ આ આખલડી માંડે નીરખી રાહ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો